Thursday, October 22, 2026
Homeરાજ્યહાલારકાલાવડમાંથી ગઢવી યુવાન લાપત્તા

કાલાવડમાંથી ગઢવી યુવાન લાપત્તા

કાલાવડમાંથી ગઢવી યુવાન લાપત્તા

કાલાવડ ગામમાં શિતલા કોલોનીમાં રહેતો યુવાન તેના ઘરેથી નિકળ્યા બાદ લાપત્તા થઇ જતાં પોલીસ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ ગામમાં આવેલી શિતલા કોલોનીમાં રહેતાં ભાયાભાઇ પોલાભાઇ માલાણી (ઉ.વ.26) નામના માલઢોરનો વ્યવસાય કરતો યુવાન ગત્ તા. 17ના રોજ સવારના આઠ વાગ્યાના અરસામાં તેના ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતો રહ્યો હતો. ત્યારબાદ યુવાન ઘરે પરત ન ફરતા તેની પત્ની લક્ષ્મીબેન દ્વારા પતિની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. આ બનાવ અંગે કાલાવડ પોલીસમાં જાણ કરવામાં આવતાં હે.કો. ડી. એસ. જાડેજા તથા સ્ટાફ દ્વારા પાંચ ફુટ ચાર ઇંચ ઊંચાઇ ધરાવતાં, શ્યામ વર્ણ, બદામી કલરનો શર્ટ તથા કબૂતરી કલરના પેન્ટ પહેેરેલા ભાયાભાઇ અંગે કોઇને પણ જાણકારી મળે તો પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular