Thursday, October 22, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકોની ફૂડ શાખા દ્વારા 229 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

જામ્યુકોની ફૂડ શાખા દ્વારા 229 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

નવરાત્રિ પર્વ દરમ્યાન વિવિધ સ્થળોએ હાથ ધરાયું ચેકિંગ : 11 પેઢીઓને કુલ રૂા. 60 હજારનો દંડ

જામનગર મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા શહેરમાં નવરાત્રિ પર્વ દરમ્યાન વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમ્યાન 229 કિલોગ્રામ અખાદ્ય જથ્થો, ત્રણ લીટર સુગર શિરપનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અનહાઇઝિન પ્રેકટીસ અંગે 11 પેઢીઓમાં રૂા. સાઇઠ હજારની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ ફૂડ શાખા દ્વારા ફાસ્ટફૂડ/રેંકડીઓમાં વપરાતા ખાદ્યતેલ/પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તેમજ હોટલ-રેસ્ટોરન્ટમાં વાસી ફૂડને લઇ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના લીમડાલાઇન, બેડેશ્ર્વર, એરફોર્સ રોડ, અંબાજી ચોક, ડિફેન્સ કોલોની, પટેલ કોલોની, પ્રદર્શન ગ્રાઉન્ડ, જોગર્સ પાર્ક, નાગનાથ ગેઇટ, જૂના રેલવે સ્ટેશન, શ્રીનિવાસ-1, પટેલ સમાજ, રઘુવીર સોસાયટી, હરિયા કોલેજ પાસે, દિગ્જામ સર્કલ, ટાઉનહોલ, સમર્પણ સર્કલ, ખંભાળિયા બાયપાસ, દ્વારકા હાઇવે, સત્યમ્ કોલોની, સમર્પણ રોડ, રાજપાર્ક, હાપા રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ ચેકિંગ દરમ્યાન લીમડાલાઇનના પ્રસાદમ્ રેસ્ટોન્ટમાંથી બે કિલો ગ્રેવી, બે કિલો ચણા, બે કિલો મગ, બે કિલો ઢોકળા, સાત રોટલા, એક કિલો સૂપ, બે કિલો પનીરનું શાક અનહાઇજીનિક જણાતા નાશ કરવામાં આવ્યો હતો. સારથી કોમ્પ્લેક્સ-11:11 કેફેમાંથી બે કિલો પાસ્તા, 500 ગ્રામ નૂડલ્સનો લોટ, એક કિલો રીચ ક્રિમ, પાંચ કિલો વિપ્ડ ટોપિંગ, બેડેશ્ર્વરની રઝા બેકરીમાંથી 500 ગ્રામ સેવ, અમુલ માખણિયા બિસ્કીટ, 500 ગ્રામ જોલી સોનપાપડી, સુમેર કલબ નવરાત્રિમાં વાઇબ એન્ડ બાઇટ્સમાંથી 12 પેકેટ લોબ બ્રેડના પેકેટ્સ, ઉદય કેટરીંગમાંથી એક પેકેટ કલર, ખંભાળિયા બાયપાસ ગરબા ટાઉનમાંથી સાત કિલોગ્રામ એનાલોગ તથા પાંચ કિલોગ્રામ બોઇલ પાસ્તા તેમજ અંબાજી ચોકની રમેશ બેકરીમાંથી 10 કિલો લોટ, 12 કિલો ગ્રેવિ, દ્વારકા હાઇવે પર આવેલી રાસલીલા નવરાત્રિમાંથી 44 કિલો ક્રિમ એનાલોગ, શ્રીનિવાસ, પટેલસમાજ પાસે એકતા સ્વીટ એન્ડ ફરસાણમાંથી 1.5 કિલો ખમણ, આઠ કિલો વેજ ઘી, બે કિલો કચોરીનો મસાલો, મોતીનગર, પટેલ કોલોનીમાં આવેલ હરિઓમ નમકિનમાંથી ચાર કિલો કેળાની વેફર, ત્રણ કિલો બટેટાની વેફર, પટેલ કોલોનીમાં આવેલ ન્યૂ પટેલ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટમાંથી બે કિલો સ્વીટ, હરિયા કોલેજ પાસે આવેલી શ્રી ગણેશ સ્વીટ એન્ડ નમકીનમાંથી 20 કિલો તેલ, શિવાલય ડેરીમાંથી ચાર કિલો ગોળ, એક લીટર કિવિ શિરપ, એક લીટર મસાલા સોડાનું શિરપ, એક લીટર રોઝ શિરપ, પટેલ કોલોનીમાં આવેલ જામશામ કેફેમાંથી એક લીટર દૂધ, એક કિલો ચાઉંમિન, હાઇવે ટેનની સામે જામશામ કેફેમાંથી એક કિલો બ્રેડ, એક કિલો ફ્રોઝન પીસ, 500 ગ્રામ ચોખા, 500 પાસ્તા અને ગ્રેવી, પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવેલ રાજેશ અરવિંદભાઇ ભદ્રાની રેંકડીમાંથી ત્રણ લીટર સુગર શિરપ, ટાઉનહોલ પાસે આવેલ ગોર રેસ્ટોરન્ટમાંથી 10 કિલો તેલ, ખંભાળિયા બાયપાસ ઉપર આવેલ કેશવારાસ હોટલ (રંગરાત્રિ)માંથી ત્રણ કિલો મન્યુરિયન, એક કિલો ઢોકળી, ખંભાળિયા બાયપાસ રંગતાલી નવરાત્રિ નજીકથી પાંચ કિલો લાલ સોસ, નાગનાથ ગેઇટ પાસે આવેલ દ્વારકેશ ડાઇનિંગ હોલમાંથી 500 ગ્રામ લોટ, તાજ રેસ્ટોન્ટમાંથી બે કિલો ચટણી, એક કિલો રાઇસ, બેડેશ્ર્વર કાપડ મીલ પાસે જગદિશકુમાર મનસુખલાલ સોમૈયા પાસેથી ચેવડાનો મસાલો, બે કિલો બાજરો, 50 કિલો ચોખા, આઠ કિલો મિક્સ પીક્લ, 10 કિલો મસાલા ગ્રેવી, 250 ગ્રામ પેક્ડ મસાલા, બે કિલો લાલ તથા લીલા મરચાંની ચટણી, 16 કિલો ભૂંગળા, ત્રણ કિલો કેચઅપ, 10 કિલો નાની કેચઅપની બોટલ સહિતના અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ ઉપરાંત એરફોર્સ રોડ પર કે.જી.એન. ચીકન શોપને રૂા. પાંચ હજાર, અંબાજી ચોકમાં આવેલ રમેશ બેકરીને રૂા. 10 હજાર, પટેલ કોલોનીમાં આવેલા જાનશાન કેફેને રૂા. ત્રણ હજાર, હરિયા સ્કૂલ સામે સંભાજી રેસ્ટોરન્ટને રૂા. બે હજાર, બેડેશ્ર્વરની રઝા બેકરીને રૂા. 10 હજાર, નાગનાથ ગેઇટમાં આવેલ સુરેશ ફરસાણ એન્ડ સ્વીટને રૂા. પાંચ હજાર, જૂના રેલવે સ્ટેશન પાસે આવેલ ઝુલેલાલ સ્વીટને રૂા. 5000, જય ભવાની ફરસાણ અને સ્વીટને રૂા. 5000, બેડેશ્ર્વરમાં વૈદ્યનાથ અનાજ ભંડારને રૂા. પાંચ હજાર, શ્રીનિવાસ કોલોની, પટેલ સમાજ પાસે આવેલ એકતા સ્વીટ એન્ડ ફરસાણ માર્ટને રૂા. પાંચ હજાર તથા રઘુવીર સોસાયટી, લક્ષ્મી ફરસાણને રૂા. 5 હજારનો દંડ ફટકાર્યો હતો.

તેમજ રઘુવીર સોસાયટી, લક્ષ્મી ફરસાણમાંથી ત્રણ કિલો પ્રિન્ટેડ પસ્તી, કૃષ્ણનગરમાં આવેલ પટેલ ફરસાણ માર્ટમાંથી પાંચ કિલો પ્રિન્ટેડ પસ્તીનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તપાસ દરમ્યાન 58 સેમ્પલ લઇ ઢીંચડાસ્થિત લેબોરેટરીમાં તપાસઅર્થે મોકલવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular