જામનગર શહેરના શંકરટેકરી નેહરુનગર વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફી કરતા યુવાને શુક્રવારે તેના ઘરે કોઇ કારણસર છતના હુકમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી નહેરુનગર 6 માં રહેતો અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા હંસરાજભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ.39) નામના યુવાને શુક્રવારે સવારના સમયે તેના ઘરે કોઇ કારણસર ઘરની છતના હુંકમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની અશોકભાઇ દ્વારા જાણ કરાતા હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગેની તપાસ હાથ ધરી હતી.