Monday, October 12, 2026
Homeરાજ્યજામનગરજામનગર નજીક ક્રેટા કારે ઠોકરે ચડાવતા વૃદ્ધનું મોત

જામનગર નજીક ક્રેટા કારે ઠોકરે ચડાવતા વૃદ્ધનું મોત

સપ્તાહ પૂર્વે રસ્તો ક્રોસ કરતા સમયે અકસ્માત : વૃધ્ધની સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા નાશી ગયેલા ક્રેટા કારચાલકની શોધખોળ

જામનગર-રાજકોટ બાયપાસ પર રેસ્ટોરન્ટની સામે રાત્રિના સમયે પુરપાટ આવતી ક્રેટા કારે રસ્તો ક્રોસ કરતા વૃદ્ધને ઠોકર મારી હડફેટે લેતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ચાંદીબજારમાં લાલબાગ સામે રહેતાં વ્રજલાલ જયંતીલાલ માંડલીયા (ઉ.વ.68) નામના વૃદ્ધ ગત તા.3ના રોજ રાત્રિના 9 વાગ્યાના અરસામાં જામનગર રાજકોટ બાયપાસ રોડ પર સુપર ફેમીલી રેસ્ટોરન્ટ સામેનો રસ્તો ક્રોસ કરતા હતાં તે દરમિયાન પુરપાટ બેફીકરાઇથી આવી રહેલી જીજે-03-કયુડી-8274 નંબરની ક્રેટા કારના ચાલકે વૃદ્ધને ઠોકર મારી હડફેટે લેતાં રોડ પર પટકાયેલા વૃદ્ધને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક તેની કાર લઇ નાશી ગયો હતો. ત્યારબાદ વૃદ્ધને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર નિલેશભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી બી જોગિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular