Tuesday, September 22, 2026
Homeરાજ્યહાલારદ્વારકાના ટૂંપણી ગામે વીજ કરંટથી શ્રમિક યુવાનનું મોત

દ્વારકાના ટૂંપણી ગામે વીજ કરંટથી શ્રમિક યુવાનનું મોત

વાડીએ નિંદામણ કરતી વખતે અર્થીગ વાયરને અડી જતાં કરંટ : હોસ્પિટલ ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યો : પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ

દ્વારકા તાલુકાના ટૂંપણી ગામે વાડીએ નિંદામણ કાઢતી વખતે શ્રમિક યુવાન અર્થીગના વાયરને અડી જતાં વીજ કરંટ લાગતા હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ દ્વારકા તાલુકાના ટૂંપણી ગામે રહેતા વિજયભાઈ રામાભાઈ મકવાણા (ઉ.વ.26) નામનો યુવાન ગઈકાલે સોમવારે એક આસામીની વાડીએ ખડ (નિંદામણ) કાઢી રહ્યા હતા, તે દરમિયાન ત્યાં રહેલા વીજપોલ પાસેના અર્થીંગ વાયરને અડી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આથી તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેનું મૃત્યુ નિપજ્યાંનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ કિશનભાઈ રામાભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular