Tuesday, September 22, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં પરપ્રાંતિય શ્રમિક યુવાનનો આપઘાત

ખંભાળિયામાં પરપ્રાંતિય શ્રમિક યુવાનનો આપઘાત

રૂમમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો : પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા તપાસ

મુળ બિહારના અને હાલ ખંભાળિયામાં રહેતા શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીંદગી ટુંકાવી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ બિહાર રાજ્યના મૂળ રહીશ અને હાલ ખંભાળિયાના સંજયનગર ખાતેના હર્ષદપુર વિસ્તારમાં રહેતા શોભરાજભાઈ રતનભાઈ પાસવાન નામના યુવાને ગઈકાલે સોમવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે રૂમમાં રહેલા લોખંડના પાઈપમાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામના રહિત લલિતકુમાર નરેનભાઈ પાસવાન (મૂળ રહે. બિહાર) એ પોલીસને કરતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular