Saturday, September 26, 2026
Homeરાજ્યહાલારમાછીમાર યુવાનનો અકળ કારણસર આત્મહત્યા

માછીમાર યુવાનનો અકળ કારણસર આત્મહત્યા

દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ના વતની અગમ્ય કારણોસર દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મૂળ રહીશ અને હાલ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા યાસીન ઉર્ફે સોયબ સલીમભાઈ ભેસલીયા નામના 26 વર્ષના માછીમાર યુવાને ગઈકાલે શુક્રવારે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં સિમેન્ટના પીઢીયામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સલીમભાઈ જુમાભાઈ ભેસલીયાએ દ્વારકા પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular