જામજોધપુર ગામમાં બાલવા ફાટકથી ધ્રાફા તરફ જતાં મહત્વના રોડની બિસ્માર હાલતને કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. અનેક રજૂઆતો બાદ પણ નિંભર તંત્ર મહત્વનો એવો આ રોડ બનાવવા માટે ગંભીરતા દાખવતુ નથી.
મળતી વિગત મુજબ જામજોધપુરમાં બાલવા ફાટકથી ધ્રાફા તરફ જતાં અતિ મહત્વના રોડ પર સરકારી દવાખાનું, માર્કેટીંગ યાર્ડ, સ્કૂલ આવેલી હોય જેથી આ રોડ પર વાહનોની અવર-જવર ઘણી વધુ છે. તેમજ જામનગર-કાલાવડ-ઉપલેટા- રાજકોટને જોડતા મહત્વના રોડ પરથી ભારે વાહનો પસાર થવાની સંખ્યા પણ વધારે છે. ઉપરાંત અનેક સ્કૂલો આવેલી હોવાથી વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વેપારીઓની અવર-જવર પણ વધારે રહેતી હોય છે. વર્ષોથી મહત્વના ગણાતા રોડ બનાવવા માટે નગરપાલિકા ગંભીરતા દાખવતી નથી અને આ બેદરકારીને કારણે રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. અવાર-નવાર રોડ મામલે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર આ રોડ બનાવવામાં ઉણુ ઉતરે છે. રોડ બનાવવા માટે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ટેન્ડરો બહાર પાડયે છીએ પરંતુ કોન્ટ્રાકટરોને પોસાતુ ન હોવાથી કોઇ કોન્ટ્રાકટર કામ કરવા આવતુ નથી. તેવા ગાણા ગાતુ રહે છે. જેના કારણે રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો અને લોકો પરેશાન થઇ ગયા છે.
View this post on Instagram


