Tuesday, July 15, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઆ પોલીસવાળાને વેક્સીન લેવામાં થયા એવા ગલગલીયા કે તમે હાસ્ય રોકી નહી...

આ પોલીસવાળાને વેક્સીન લેવામાં થયા એવા ગલગલીયા કે તમે હાસ્ય રોકી નહી શકો, જુઓ VIDEO

ભારતમાં કોરોનાની વેક્સીન અપાઈ રહી છે. તેવામાં ઘણા લોકો વેક્સીન લેવાથી હજુ ડરે છે. પરંતુ સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને સૌ કોઈ પોતાનું હાસ્ય રોકી નહી શકે. આ વિડીઓ એક પોલીસકર્મીનો છે જે કોરોના વેક્સીન લેવા પહોચ્યા છે. પરંતુ તેઓને નર્સ હજુ તો વેક્સીન લગાવે ત્યાં જ એવા ગલગલીયા થઇ રહ્યા છે કે તો હસવાનું રોકી નથી શકતા.

- Advertisement -

સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ આ વિડીઓ નાગાલેન્ડનો છે. IPS ઓફિસર રૂપીન શર્માએ આ વિડીઓ શેર કર્યો છે. જેમાં એક પોલીસકર્મી વેક્સીન લગાવવા માટે સેન્ટર પર પહોચ્યા છે અને જેવા નર્સ તેઓને વેક્સીન આપવા માટે અડે છે ત્યાં તેઓ જોર જોરથી હસવા લાગે છે. અને તેઓને વેક્સીન લેવામાં ગલગલીયા થતા હોવાથી તેઓ પોતાનું હસવાનું રોકી શકતા નથી. અને ત્યાં હાજર  પણ સૌ કોઈ હસી રહ્યા છે. આ વિડીઓ જોઈને તમે પણ હસવાનું રોકી નહી શકો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular