Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં મુખ્ય વન સંરક્ષકની કચેરી ખાતે કર્મચારીના ધરણા

Video : જામનગરમાં મુખ્ય વન સંરક્ષકની કચેરી ખાતે કર્મચારીના ધરણા

ચાર મહિનાથી પગાર ન થતાં પરિવાર સાથે ધરણાં

- Advertisement -

જામનગરશમાં મુખ્ય વન સંરક્ષકની કચેરી ખાતે ચાર મહિનાથી પગાર ન થતાં કર્મચારીએ પરિવાર સાથે પગાર ન થયા ત્યાં સુધી ઉપવાસ ધરણાં પર બેઠાં

- Advertisement -

મરીન નેશનલ પાર્કમાં 1998થી ફરજ બજાવતાં પ્રવિણસિંહ અજીતસિંહ ચૌહાણ કે જે વર્ગ ચારમાં ચોકીદાર તરીકે ફરજ બજાવી રહયા છે. જેમનો છેલ્લા ચાર માસથી પગાર ન થતાં તેઓ પરિવાર સાથે વનસંરક્ષકની કચેરી ખાતે પોતાના પ્રશ્ર્નનો નિકાલ ન થાય ત્યાં સુધી ઉપવાસ ધરણા પર બેઠા છે.

- Advertisement -

સીએમ તેમજ કેબિનટમંત્રી રાઘવજીભાઇને પણ રજુઆત કરવા છતાં હજુ સુધી પ્રશ્ર્નનો નિકાલ થયો નથી. આવનાર સયમાં કૃષિપ્રધાન અને વનસંરક્ષક વિભાગના મંત્રી મુળુભાઇ બેરાને પણ આ અંગે રજુઆત કરશે તેમજ પોતાના પ્રશ્ર્નનો નિકાલ ના થાય તો હાઇકોર્ટ સુધી પહોંચશે. અને માંવ સ્વીકારવામા: ન આવે ત્યાં સુધી ધરણાનો કાર્યક્રમ ચાલુ રાખવાની ચિમકી આપી હતી. જીએફઅસના અધિકારીએ કોઇપણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.

આ અંગે વન સંરક્ષકના ઇન્ચાર્જ અધિકારીનું કહેવું છે કે, અમુક કર્મચારીના પગાર ન થવા પાછળનું કારણ જે-તે યોજનાકીય જગ્યાના ક્ધટીન્યુએશનના પગારના ઠરાવ થયેલા નથી. જયારે આ ઠરાવ ક્ધટીન્યુ થઇ જશે ત્યારે આ અટકાવેલા પગાર તેમને મળી જશે. તેમ વનસંરક્ષકના ઇન્ચાર્જ પ્રતિકભાઇ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular