જામનગર શહેરમાં નુરી ચોકડી પાસે આવેલા સિલ્વર સ્કાય એપાર્ટમેન્ટમાં સેફટીની જાળી લગાડતા સમયે શ્રમિક યુવાન અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં નુરીચોકડી પાસે રહેતો અને મજૂરી કામ કરતો રીકલાભાઈ સુરજાભાઈ મોરી (ઉ.વ.30) નામનો યુવાન ગુરૂવારે સવારના સમયે સિલ્વર સ્કાય એપાર્ટમેન્ટમાં સેફટીની જાળી લગાડતો હતો તે દરમિયાન અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાતા છાતીમાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની કમલેશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી બી બુડાસણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


