જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ચા બાબતે પૂછવાનું સારૂં ન લાગતાં પત્ની સહિતના બે શખ્સોએ યુવાન ઉપર કૂહાડી વડે હુમલો કરી ગાળો કાઢી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામના શાંતિનગર વિસ્તારમાં રહેતા અને માછીમારી કરતાં શબ્બીરભાઇ હાજીભાઇ કટિયા (ઉ.વ.35) નામના યુવાન તથા તેની પુત્રી ઘરે ઝાડવા સમા કરતા હતા. તે દરમ્યાન યુવાનની માતા ઘરે આવી હતી. જેથી યુવાને તેની માતાને ચા બાબતનું પૂછતાં યુવાની પત્ની ખાતુનબેનને સારું ન લાગતાં તેણીએ તેના પતિ સાથે બોલાચાલી અને ઝઘડો કરી ગાળો દીધી હતી. જેથી પતિએ ગાળો દેવાની ના પાડતાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ લાકડી વડે હુમલો કર્યો હતો. ઝઘડ થતાં યુવાનના સસરા કિશોરપરી મોહનપરીએ આવીને કૂહાડા વડે તેના જમાઇ શબ્બીરભાઇ ઉપર હુમલો કર્યો હતો. તેમજ યુવાનની પત્ની અને સસરાએ યુવાનને પતાવી દેવાની ધમકી આપી હતી.


