વ્હોટ્સએપ તરફથી એક મોટુ એક્શન લેવામાં આવ્યુ છે, જે હેઠળ લગભગ 76 લાખ વ્હોટ્સએપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર 1 ફેબ્રુઆરીથી લઈને 29 ફેબ્રુઆરી દરમિયાન લગભગ 7,628,000 વ્હોટ્સએપ એકાઉન્ટને બેન કરવામાં આવ્યા છે. જેમાંથી 1,424,000 એકાઉન્ટને હંમેશા માટે બેન કરી દેવામાં આવ્યા છે. મેટા ઓન્ડ વ્હોટ્સએપનું કહેવુ છે કે તેમની તરફથી આઈટી નિયમ 2021ના ઉલ્લંઘનના આરોપ ફેબ્રુઆરી મહિનામાં 76 લાખ વ્હોટ્સએપ એકાઉન્ટને બેન કરવામાં આવ્યા છે. મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપના ભારતમાં લગભગ 500 મિલિયનથી વધુ યૂઝર્સ છે. રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરીમાં દેશમાં રેકોર્ડ 16,618 ફરિયાદ નોંધવામાં આવી. સાથે જ રેકોર્ડ સંખ્યામાં કાર્યવાહી કરવામાં આવી. તે પહેલા જાન્યુઆરી મહિનામાં 6,728,000 વ્હોટ્સએપ એકાઉન્ટને બેન કરવામાં આવ્યા હતા. જો તમારુ એકાઉન્ટ ભૂલથી બેન થઈ ગયુ છે તો તમે વ્હોટ્સએપ ઈમેલ કરીને રિવ્યૂ રિક્વેસ્ટ કરી શકો છો. આવુ કરવા પર તમને SMS થી 6 ડિઝિટ રજિસ્ટ્રેશન કોડ નોંધવો પડશે. જે બાદ તમને ફરિયાદ સામે અમુક ડોક્યુમેન્ટ નોંધાવવા પડશે.