Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરકડબાલ ગામન પાટીયા પાસે યુવક ઉપર ત્રણ શખ્સોનો હુમલો

કડબાલ ગામન પાટીયા પાસે યુવક ઉપર ત્રણ શખ્સોનો હુમલો

આંતરીને પાઈપનો ઘા ફટકાર્યો: છરીનો છરકો મારી ધમકી આપી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામજોધપુર તાલુકાના બાવીસકોટડાની સીમમાં રહેતાં અને ખેતી કરતો યુવક મીની ટ્રેકટર લઇને વાડીએ જતો હતો તે દરમિયાન ત્રણ શખ્સોએ આંતરીને પાઈપ વડે હુમલો કરી છરીનો છરકો મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બાવીસકોટડા ગામની સીમમાં આવેલી જગાભાઈની વાડીએ ખેતીકામ કરતો અજય મુકેશ પંચાસરા નામનો યુવક સોમવરે બપોરના સમયે મેરાભાઈ સગરની વાડીએથી મીની ટે્રકટર લઇને તેના ખેતર તરફ જતો હતો ત્યારે કડબાલ ગમન પાટીયાા પાસે પહોંચ્યો ત્યારે વિપુલ મનસુખ ચૌહાણ અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ અજયને આંતરી લીધો હતો. તેમજ અજાણ્યા શખ્સોેએ પકડી રાખી વિપુલે પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં પડી જતાં વિપુલે છરીનો છરકો મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં ઈજાગ્રસ્ત અજયને સારવાર માટે હોસ્પિટલે ખસેડવમાાં આવ્યો હતો. જ્યાં એએસઆઈ એસ.એચ. જાડેજા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular