Tuesday, October 8, 2024
Homeરાષ્ટ્રીયકોરોના બાદ ઓટિઝમ ધરાવતા બાળકોના પ્રમાણમાં ચિંતાજનક વધારો

કોરોના બાદ ઓટિઝમ ધરાવતા બાળકોના પ્રમાણમાં ચિંતાજનક વધારો

આજે વિશ્વ ઓટિઝમ અવેરનેસ દિવસ : દર 100 માંથી સરેરાશ એકને ઓટિઝમની સમસ્યા

- Advertisement -

કોરોનાને ચાર વર્ષ વીતી ચૂક્યા છે પણ તેની આડઅસર આજે પણ કોઈને કોઈ રીતે જોવા મળી રહી છે. છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં ઓટીઝમ ધરાવતા બાળકોનું પ્રમાણ પણ ચિંતાજન ચિંતાજનક રીતે વધી રહ્યું છે. હજુ થોડા વર્ષ અગાઉ ભારતમાં પ્રતિ 150માંથી એક બાળકને ઓટીઝમની સમસ્યા હતી. જેની રખામણીએ હવે પ્રતિ 100માંથી એક બાળકમાં આ સમસ્યા જોવા મળી રહી છે. અમેરિકામાં તો વધારે ચિંતાજનક સ્થિતિ છે જ્યાં 32માંથી એક બાળકને ઓટીઝમાં જાગૃતિ આવે છે. ઓટિઝમ વિશે લોકોમાં જાગૃતિ આવે માટે દર વર્ષે બીજી એપ્રિલની ઉજવણી ’વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે’ તરીકે કરવામાં આવે છે. તેની સૌ પ્રથમ ઉજવણી 2008માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ ઓટિઝમ ધરાવતા લોકોના જીવન સ્તરને સુધારવાનું હોય છે જેથી તેઓ સમાજના મહત્ત્વના અંગ તરીકે જીવન ગાળી શકે. આધુનિક વિજ્ઞાને તમામ ન્યુરોલોજિકલ તથા અન્ય બીમારીઓના ઉકેલ શોધવાની દિશામાં પ્રગતિ કરી છે. આજે ઘણી બીમારીઓના ઈલાજ હાજર છે અને આ કેટેગરીમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (એએસડી) પણ સામેલ છે.

- Advertisement -

ઓટીઝમના લક્ષણો જણાય તો જેટલી ઝડપથી સારવાર કરાવવામાં આવે તેટલી ઝડપથી બાળકની સાજા થવાની સંભાવના વધી જાય છે. ઓટીઝમથી સાજા થવામાં શિસ્તબદ્ધ ડાયેટ પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેમ જણાવતાં હોમિયોપેથિક ડોક્ટકે ઉમેર્યુંકે, ‘ઓટિઝમગ્રસ્ત બાળકના વાળ, લોહી, અને પેશાબનો રિપોર્ટ કરવામાં આવે તો પ્રમાણમાં સીસુ, પારો, કેડમીયમ ભારે – ધાતુ શરીરમાં પ્રસરેલા જોવા મળે છે, હોમીયોપેથીક સારવારથી આ હેવી મેટલનું પ્રમાણ ઘટાડી શકાય છે. ઓટીસ્ટીક બાળકોમાં ફંગસ તેમજ પાચનક્રિયાની તકલીફ જોવા મળે છે તો ઉપરોક્ત નાબુદ કરવા તેમજ પાચનક્રિયા સારી થાય તેના માટે ટે હોમિયોપેથીક દવાર વા સાથે દૂધ અને તેની બનાવટ અને ઘઉં અને તેની બનાવટ આવા બાળકોને બંધ ઉપરોક્ત બીમારીમાં ફાયદો જોવા મળે છે, વધારે પડતો ગળ્યો ખોરાક ઓટીઝમ ગ્રસ્ત બાળકને નુકસાનકારક છે.

જો બાળકમાં કોઈપણ સારવારથી 120થી 150 દિવસ દરમિયાન સુધારો જોવા મળે નહીં તો સમય વેડફ્યા વિના બાળકનો જીનેટિક ટેસ્ટ, મેટાબોલિક ડિસઓર્ડર્સનો ટેસ્ટ કરાવીને નિષ્ણાંત ડોક્ટર્સની મદદ લઇને સારવાર શરૂ કરાવી શકાય છે. નિદાન થવાની સાથે ઓટીઝમના લક્ષણો જણાય તો બાળકને ગ્લુટનફી કેસિન ફ્રી ડાયટ વિથ સુગર ફી ખોરાક શરૂ કરવો જોઈએ. પ્રાણીજન્ય દૂધની બનાવટ જેમ કે દૂધ દહીં-છાસ-ચીઝ-બટર-મિલ્ક પાવડર બંધ કરાવો. તેના સ્થાને બદામનું દૂધ કે કોકોનટ મિલ્ક આપવું. ઘઉં અને જવની બનાવટો જેમ કે રોટલી-ભાખરી-બિસ્કિટ-બ્રેડ-પેસ્ટ્રી સદંતર બંધ કરવા જોઈએ. ચોખાની રોટલી તેમજ ચોખાની સાથે બધા શાકભાજી-કઠોળ આપવા, ખાંડ-ગોળ-મધનું ગળપણ 75 ટકા સુધી ઘટાડવાથી ઓટીઝમના બાળકોમાં સુધારો આવે છે. સીટી સ્કેન, એમઆરઆઈ, પેટ સ્કેન કે અન્ય કોઈ બ્લડ કે યુરીન રીપોર્ટથી ઓટીઝમ છે કે કેમ તે જાણી શકાતું નથી. ઓટીઝમ ચકાસવા બે તબક્કા છે. પ્રથમ તબક્કામાં બાળકનો શારીરિક-માનસિક વિકાસ તેની ઉંમર પ્રમાણે થઈ રહ્યો છે કે કેમ તે જાણવા માટે બાળકની શીખવાની ક્ષમતા-તેની બોલવાની રીતનો અભ્યાસ કરીને તેને એમ-ચાટ, એએસયુ જેવા ( ટેસ્ટ સાથે સરખાવાય છે. આ પ્રકારના ટેસ્ટ 18 માસથી 39 માસના બાળકમાં થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular