Saturday, September 14, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બાળકીની ઘાતકી હત્યા અંગે શું કહે છે ડીવાયએસપી ? - VIDEO

જામનગરમાં બાળકીની ઘાતકી હત્યા અંગે શું કહે છે ડીવાયએસપી ? – VIDEO

ટિફિન આપવા ગયેલી બાળકી ઉપર વૃધ્ધે એક ડઝન છરીના ઘા ઝીંકયા : હત્યા બાદ આરોપી ફરાર : એક સપ્તાહમાં શહેરમાં બીજી હત્યાથી શહેરીજનોમાં ફફડાટ : પોલીસ અધિક્ષક ડેલુ અને ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે

- Advertisement -

જામનગર શહેરના બેડી વિસ્તારમાં સપ્તાહ પૂર્વે એડવોકેટને આંતરીને 15 જેટલા શખ્સોએ સશસ્ત્ર હથિયારોના ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવ્યાની ઘટનાના સપ્તાહ દરમિયાન જ મંગળવારે રાજપાર્ક વિસ્તારમાં 12 વર્ષની બાળકીની એક ડઝન જેટલા છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યાના બનાવથી હાલાર હચમચી ગયું હતું.

- Advertisement -

જામનગર શહેરના બેડી વિસ્તારમાં સપ્તાહ પૂર્વે એડવોકેટ હારુન પલેજાની 15 જેટલા શખ્સોની સાંજના સમયે આંતરીને સશસ્ત્ર હથિયારોના આડેધડ ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવી હતી. એડવોકેટની હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડયા હતાં અને આ હત્યાને એક સપ્તાહ આવ્યું છતાં હત્યારાઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે જામનગર શહેરના ગુલાબનગર પાસે આવેલા રાજપાર્કમાં સ્ટારલાઈટ પાર્ટી પ્લોટ પાછળ ગુરૂકૃપા હાઈટેક એપાર્ટમેન્ટ રૂમ નં.302 માં રહેતાં અને ટિફિન સર્વિસનું કામ કરતાં શાંતાબેન રાજેશભાઈ કારાવદરા નામના મેર મહિલા તેણીના પતિ રાજેશભાઇ સાથે ટિફિન સર્વિસ ચલાવે છે. મેર પરિવારના રાજેશભાઈ ટ્રકચાલક તરીકે વ્યવસાય કરતા હતાં પરંતુ કેન્સરની બીમારીના કારણે પત્ની સાથે ટિફિન સર્વિસ ચાલુ હતી. ટ્રકચાલકના વ્યવસાય દરમિયાન રાજેશભાઈને લાલજી કૈલાશ પંડયા નામના શખ્સનો ભેટો થયો હતો અને તે પણ ટ્રક ચલાવતો હતો. મુળ ખંભાળિયાના લાલજીને રાજેશભાઈ બે-ત્રણ વર્ષથી પરિચયમાં હતાં.

- Advertisement -

દરમિયાન લાલજી એકલો હોવાથી રાજેશભાઈના મકાનથી થોડે દૂર ભાડાના મકાનમાં રહેતો હતો અને રાજેશભાઈના ઘરે જમવાની વ્યવસ્થા કરી દીધી હતી પરંતુ, લાલજી મોડો આવતો હોય અને વર્તન સારુ ન હોવાથી તેના ઘરે જ ટિફિન આપવાની વ્યવસ્થા મેર પરિવારે કરી હતી. રાજેશભાઈના પરિવારમાં પતિ-પત્ની અને મોટી દિકરી હેતલ કે જેેના લગ્ન ચોટીલામાં થયા હતાં. જ્યારે અન્ય બે દિકરીઓ પ્રગતિ (ઉ.વ.16) અને દ્રષ્ટિ (ઉ.વ.12) સાથે રહેતાં હતાં. ગઈકાલે બપોરના સમયે રાજેશભાઈ તથા તેના પત્ની શાંતાબેન મંગળવારે બપોરે શરૂ સેકશન રોડ પર આવેલી કલેકટર ઓફિસે મકાનના દસ્તાવેજ માટે ગયા હતાં. તે દરમિયાન લાલજીભાઈ પંડયાનો ફોન આવ્યો હતો કે હું ઘરે આવ્યો છું તો ટિફિન આપી જાવ. જેથી રાજેશભાઇએ મોટી દિકરી પ્રગતિને ફોન કરીને ટિફિન આપવાનું કહ્યું હતું. જો કે, પ્રગતિના બદલે દ્રષ્ટિ રાજેશભાઈ કારાવદરા નામની 12 વર્ષની બાળકી ટિફિન આપવા ગઈ હતી.

ત્યારબાદ ટિફિન આપવા આવેલી દ્રષ્ટિ ઉપર લાલજી કૈલાશ 5ંડયા નામના શખ્સે અંદાજે 12 થી 14 જેટલા છરીના આડેધડ ઘા ઝીંકી માસુમ બાળકીની ઘાતકી હત્યા નિપજાવી હતી અને નાશી ગયો હતો. ત્યારબાદ દ્રષ્ટિ ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરતાં શાંતાબેન અને મોટી દિકરી પ્રગતિ તેની પુત્રી દ્રષ્ટિને શોધવા નિકળ્યા ત્યારે લાલજીના ઘરે લોહી લુહાણ હાલતમાં મળી આવતા બાળકીને સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજતા બનાવમાં હત્યામાં પલ્ટાયો હતો. બનાવ અંગેની જાણ કરાતા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જે.અન.ઝાલા, તથા પીએસઆઈ એચ.બી. વડાવીયા, એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયા હતાં આ બનાવમાં બાળકીની માતા શાંતાબેનના નિવેદનના આધારે પોલીસે લાલજી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી છે.

- Advertisement -

પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ દરમિયાન લાલજી કૈલાશ પંડયા મુળ ખંભાળિયાનો હોવાનું અને અગાઉ તેની પત્નીની હત્યામાં જેલવાસ ભોગવ્યા બાદ છૂટીને જામનગર રહેવા આવ્યો હતો અને અહીં ભાડે મકાનમાં રહી ટ્રકચાલક તરીકે કામ કરતો હતો. લાલજીએ બાળકીની હત્યા કયા કારણોસર નિપજાવી ? તે અંગેની તપાસ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular