Sunday, April 26, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ - VIDEO

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ – VIDEO

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે. શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની કુલ 64 બેઠકોમાંથી એક બેઠક બિનહરિફ જાહેર થતાં હવે 63 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મહાનગરપાલિકામાં કુલ 4,42,841 મતદારો નોંધાયેલા છે અને 206 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

સિક્કા નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો માટે 80 ઉમેદવારો મેદાને ઉતર્યા છે, જ્યાં કુલ 19,409 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

- Advertisement -

જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકોમાંથી એક બેઠક બિનહરિફ જાહેર થતાં હવે 23 બેઠકો માટે 72 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે.

- Advertisement -

તાલુકા પંચાયત સ્તરે જામનગરની 6 તાલુકાની કુલ 112 બેઠકોમાંથી 5 બેઠકો બિનહરિફ રહી છે, જ્યારે 107 બેઠકો માટે 326 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે.

મતદાન પ્રક્રિયા માટે જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં કુલ 416 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે. જેમાંથી 203 મતદાન મથકો સંવેદનશીલ અને 6 મતદાન મથકો અતિસંવેદનશીલ તરીકે જાહેર કરાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular