Sunday, July 21, 2024
Homeરાજ્યગુજરાતવિજયની ઉજવણીઓ, કોરોનાનો નવો રાઉન્ડ અને અદાલતની ટકોર

વિજયની ઉજવણીઓ, કોરોનાનો નવો રાઉન્ડ અને અદાલતની ટકોર

- Advertisement -

કોરોના કેસમાં ફરીવાર વધારો થતા હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી સુઓમોટો દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે કોરોનાના વધતા કેસ સામે સરકાર કયા પગલાં લઈ રહી છે તે માટેનો પ્રશ્ર્ન મહાઅધિકવતા કમલ ત્રિવેદીને કર્યો હતો. આ દરમિયાન ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીએ સરકારને ઉધડો લેતા કહ્યું હતું કે, તમારી ઉજવણીઓના લીધે હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણીની આશા ઉપર પાણી ન ફરી જાય તે જોજો. કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટનસિંગ તો ઠીક પરંતુ કોઈ માસ્ક પહેરવાની પણ કાળજી લેતું નથી.

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે સરકારને કહ્યું છે કે, 47 ટકા કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે જો ઇલેક્શન અને ચૂંટણીના પરિણામોના કારણે કોરોનાના કેસમાં વધારો થશે તો કાર્યકરો પાસેથી જ કોવિડ માટેની ડ્યુટી કરાવવામાં આવશે.

હાઇકોર્ટે ઉમેર્યું હતું કે, રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ સામે ફરજિયાત માસ્ક પહેરવાના નિયમના અમલીકરણ ઉપર ફરીવાર કડકાઈથી સરકારે પાલન કરાવવું પડશે. મહાઅધિકવતા કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકાર અન્ય રાજ્યના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવાનો વિચાર કરી રહી છે. પરંતુ તેની સામે કોર્ટે જણાવ્યું હતું કે, માત્ર આટલા જ પ્રયાસો પૂરતા નથી અને સરકારે વધુ પગલાં લેવાની જરૂર છે. વધુમાં હાલની પરિસ્થિતિને જોઈ ચીફ જસ્ટિસે ચેતવણી આપતા કહ્યું હતું કે, તમારી ઉજવણીઓના લીધે હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણીની આશા ઉપર પાણી ન ફરી જાય તે જોજો.

- Advertisement -

રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂરી થયા બાદ છેલ્લા પાંચ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. 22 જાન્યુઆરી બાદ ફરી નવા કેસનો આંકડો 450ને પાર થઈ ગયો છે. 26 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં 460 નવા કેસ નોંધાયા છે અને 315 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે એકેય દર્દીનું મોત ન થતાં મૃત્યુઆંક 4,408 યથાવત રહ્યો છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 97.57 ટકા થયો છે. શુક્રવારે રાજ્યના 2 જિલ્લામાં શૂન્ય કેસ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular