જામનગર શહેરમાં ચોરી થયેલા બે બાઈકની સંડોવણીમાં રહેલાં કિશોર સહિતના બે તસ્કરોને એલસીબીની ટીમે દબોચી લઇ બે ચોરાઉ બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં થયેલી બાઈકચોરીમાં ચેલા ગામનો શખ્સ સહિતના બે તસ્કરો અંગેની હરદીપ બારડ, ઋતુરાજસિંહ વાળા, મયુરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંઈહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે ચેલા ગામના મારવાડી વાસમાં રહેતાં ખીમા જગમાલ રાઠોડ નામના ઝુપડા પાસેથી ખીમાને અને એક કિશોરને ઝડપી લીધા હતાં.
એલસીબીની ટીમે બંને પાસેથી રૂા.10000 ની કિંમતની જીજે-10-એડી-4509 અને રૂા.20 હજારની કિંમતની જીજે-10-એકયુ-9289 નંબરના બે ચોરાઉ બાઈક કબ્જે કરી સીટી એ અને બી ડીવીઝનની બાઈકચોરીનો ભેદ ઉકેલ્યો હતો. એલસીબી એ તસ્કર અને ચોરાઉ મુદ્દામાલ એ ડીવીઝન અને બી ડીવીઝનને સોંપી આપ્યા હતાં.