Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી દારૂની બોટલો સાથે બે શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાંથી દારૂની બોટલો સાથે બે શખ્સ ઝડપાયા

હીરજી મિસ્ત્રી રોડ પરથી બે બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે : સપ્લાયરનું નામ ખૂલ્યું : ડિફેન્સ કોલોની વિસ્તારમાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગરના હીરજી મીસ્ત્રી રોડ પરથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની બોટલ મળી આવતા પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો જામનગરના શખ્સ પાસેથી ખરીદ્યાનું કબુલ્યું હતું. જામનગરમાં ડિફેન્સ કોલોની પાસેના માર્ગ પરથી પસાર થતા શખ્સની તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની બોટલો મળી આવતા ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં હીરજી મિસ્ત્રી રોડ પરથી પસાર થતા શખ્સને આંતરીને પોલીસે તલાસી લેતા નિહાલચંદ ઠાકરદાસ ધામિયા નામના શખ્સના કબ્જામાંથી રૂા.1000ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલો મળી આવતા ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂની બોટલો દિગ્વીજય પ્લોટમાં રહેતા પ્રફુલ્લ ઉર્ફે પાગો ખજુરિયા ભદ્રા નામના શખ્સે સપ્લાય કરી હોવાનું કબુલ્યું હતું. જેના આધારે પોલીસે પ્રફુલ્લની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં જાહેર માર્ગ પરથી પસાર થતા જમન ઉર્ફે જોની ગોવિંદ ધાડિયા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો રાયસુર ઉર્ફે બોધા માલદે ગઢવી નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે રાયસુરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular