જામનગર શહેરમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે વાહન માલિકોને એરપોર્ટમાં વાહન રખાવવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગના બે શખ્સોને સીટી-સી પોલીસે ઝડપી લીધાં હતાં. અને રૂા.84,00,000ની કિંમતના 11 વાહનો નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર સીટી-સી પોલીસમાં અરજદારો દ્વારા તેમના વાહનો એરપોર્ટમાં ભાડે રખાવી સારૂ વળતર આપવાની લાલચ આપી અવેશ ઇકબાલ આરંભડા, સરફરાઝ ઉર્ફે રાજ હૈદરઅલી ખોડ તથા મહમદ હુસેન ઉર્ફે સમીર અકબર ખોડ નામના શખ્સોએ વિશ્ર્વાસઘાત તથા છેતરપિંડી કરી હોવાની અરજી થઇ હતી. આ કેસમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી-સીના પીઆઇ કે.એલ.ગાધેની સુચનાથી સીટી-સી પોલીસે રાજકોટમાં તપાસ હાથ ધરતાં સરફરાઝ ઉર્ફે રાજ હૈદરઅલી ખોડ તથા મહમદ હુસેન ઉર્ફે સમીર અકબર ખોડ નામના બે શખ્સોને ઝડપી લીધાં હતાં.
આરોપીઓ પાસેથી રૂા.4 લાખની કિંમતની જીજે.06.ઇડી.5114 નંબરની આઇ-20 એએસટીએ 1.2 ઇ ફોર મોડલની મોટરકાર, રૂા.6 લાખની કિંમતની જીજે.10.બીઆર.7286 નંબરની હોન્ડા અમેઝ, રૂા.40 લાખની કિંમતની જીજે.09.બીસી.0909 નંબરની બીએમડબ્લ્યુ, રૂા.7 લાખની કિંમતની જીજે.10.ડીઇ.0878 નંબરની રેનોલ્ટ ટ્રાઇબર આરએકસઇ, રૂા.5 લાખની કિંમતની જીજે.10.ડીજે.0639 નંબરની મારૂતી ઇકો, રૂા.5 લાખની કિંમતની જીજે.10.એપી.3889 નંબરની મારૂતી ઇકો, રૂા.6 લાખની કિંમતની જીજે.11.એએસ.8222 નંબરની અરટીગા, રૂા.3 લાખની કિંમતની જીજે.01.કેએચ.2385 નંબરની એસએકસ-4, રૂા.4 લાખની કિંમતની જીજે.03.બીવાય.1901 નંબરની મારૂતી ટૂરએસ, રૂા.1 લાખની કિંમતનું જીજે.25.એન.4997 નંબરનું રોયલ ઇન્ફિલ્ડ બુલેટ તથા રૂા.3 લાખની કિંમતની જીજે.10.એપી.6141 નંબરની સિફટ ડિઝાયર કાર મળી કુલ રૂા.84 લાખની કિંમતના 11 વાહનો શક પડતી મિલકત તરીકે કબ્જે કરવામાં આવ્યા હતાં. અને મુળ માલિકને પરત સોંપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી પીઆઇ કે.એલ.ગાધે, પીએસઆઇ આર.ડી.ગોહિલ, હેકો ફેજલ ચાવડા, પ્રદિપસિંહ જાડેજા, જાવેદભાઈ વજગોળ, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. ખીમશીભાઇ ડાંગર, વિજયભાઈ કાનાણી, હિતેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ કારેણા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિ શર્મા, વિપુલભાઇ સોનાગરા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.