Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરના સુભાષપરામાં થયેલ મોટરસાઈકલ ચોરીના કેસમાં બે શખ્સો ઝડપાયા

જામનગરના સુભાષપરામાં થયેલ મોટરસાઈકલ ચોરીના કેસમાં બે શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગરના સુભાષપરા વિસ્તારમાં થયેલ મોટરસાઈકલની ચોરીના કેસમાં સીટી સી પોલીસે બે શખ્સોને ચોરાઉ મોટરસાઈકલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ આ કેસમાં સંડોવાયેલ અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શંકરટેકરી પાણીના ટાંકા પાસે સુભાષપરા વિસ્તારમાં ફરિયાદીના રહેણાંક મકાન પાસેથી તેનું જીજે-10-ડીબી-6018 નંબરનું સ્પ્લેન્ડર મોટરસાઈકલ ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં જામનગર મયુર એવન્યુ આહિર કુમારશાળા પાછળ અમુક શખ્સો મોટરસાઈકલના સ્પેરપાર્ટસ અલગ અલગ કરતા હોય. તેમ સીટી સી ના હેકો ખીમશીભાઈ ડાંગર, યશપાલસિંહ જાડેજા તથા પો.કો. હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ
પ્રો. ડીવાયએસપી નયના ગોરડિયા, પીઆઇ એ.આર.ચૌધરી, કે.એસ.માણિયા, હેકો યશપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, ખીમશી ડાંગર, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, વનરાજ ખવડ, યુવરાજસિંહ જાડેજા, પ્રવિણ પરમાર, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહાવીરસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન અજય જેન્તી રાઠોડ તથા રાકેશ રમેશ પાટડિયા નામના બે શખ્સોને ઝડપી લઈ રૂા. 15000 ની કિંમતનું હિરોહોન્ડા સ્પ્લેન્ડર ચેસીસ એન્જીન સાથે બે મેગવીલ સાયલેન્સર તેમજ રૂા.30000 ની કિંમત હિરો સ્પ્લેન્ડર તથા રૂા.25000 ની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાઈકલ સહિત કુલ રૂા.70000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ અન્ય આરોપી વિશ્ર્વજિત પ્રભાત જળુ શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular