Wednesday, April 15, 2026
Homeરાજ્યજામનગરરસ્તો ઓળંગતા યુવાનને ટ્રકએ ઠોકરે ચઢાવતાં મોત

રસ્તો ઓળંગતા યુવાનને ટ્રકએ ઠોકરે ચઢાવતાં મોત

ત્રણ દિવસ પહેલાનો બનાવ : ખીજડિયા બાયપાસ પાસે હિટ એન્ડ રન : પોલીસ દ્વારા ટ્રકચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી

જામનગર તાલુકાના ખીજડિયા બાયપાસથી ઠેબા ચોકડી વચ્ચે ગૌશાળાની સામેનો રોડ ક્રોસ કરવા જતાં યુવાનને પૂરપાટ આવી રહેલા ટ્રકએ હડફેટ લેતાં ગંભીર ઇજા પહોંચવાથી મોત નિપજયું હતું.

- Advertisement -

આ અકસ્માતની વિગત મુજબ જામનગર તાલુકાના ખીજડિયા બાયપાસથી ઠેબા ચોકડી વચ્ચે આવેલી ગૌશાળા સામેનો રોડ ગત્ તા. 10ના 3.30 વાગ્યાના અરસામાં ભીખુભાઇ નરશીભાઇ ભોજાણી (ઉ.વ.40) નામનો યુવાન રસ્તો ઓળંગતી વખતે બેફિકરાઇથી આવી રહેલા જીજે03 બીડબલ્યુ 2891 નંબરના ટ્રકચાલકએ યુવાનને ઠોકરે ચઢાવી હડફેટ લેતાં પગમાં અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર હેઠળ શનિવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્ર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના બહેન લક્ષ્મીબેન દ્વારા જાણ કરાતા પીએસઆઇ એ. આર. પરમાર તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular