છેલ્લા 70 દિવસથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આજે કંડેલા ગામમાં મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈત અને અન્ય ખેડૂત નેતાઓ સ્ટેજ પર ઉભા રહીને સંબોધન કરી રહ્યા હતા તે સમયે અચાનક સ્ટેજ પડતા ટિકૈત સહિત અમુક નેતાઓને સામાન્ય ઈજા થઈ છે.
#WATCH | The stage on which Bharatiya Kisan Union (Arajnaitik) leader Rakesh Tikait & other farmer leaders were standing, collapses in Jind, Haryana.
A 'Mahapanchayat' is underway in Jind. pic.twitter.com/rBwbfo0Mm1
— ANI (@ANI) February 3, 2021

મહાપંચાયતમાં રાકેશ ટીકૈત સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેઓએ કહ્યું કે, “સરકારની કિલ્લાબંધી તો અત્યારે એક નમૂનો છે. આગળના દિવસોમાં આ જ રીતે ગરીબોની રોટલી પર પણ કિલ્લાબંધી કરી દેવામાં આવશે. રોટલીની તીજોરી બંધ ન થાય તે માટે જ ખેડૂતો દ્રારા આ આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે. અને આ આંદોલન ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. અમે ખાપ પંચાયતોને માનનારા છીએ. ના ઓફિસ બદલીશું, ના મંચ બદલીશું. રાજા ડરે છે તો કિલે બંદી કરે છે. સરકારની હિંમત નથી જે કિલાથી અમને રોકી શકે. તેવું સબોધન રાકેશ ટિકૈત આપી રહ્યા હતા અને અચાનક સ્ટેજ પડી ગયું હતું. અને તેઓ પણ નીચે પડી જતા રાકેશ સહીત અન્ય ખેડૂત નેતાઓને સામાન્ય ઈજાઓ પહોચી હતી. અંતે ઉલ્લેખનીય છે કે છેલ્લા 70 દિવસથી કૃષિ કાયદા રદ કરવા માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.