Wednesday, March 26, 2025
Homeરાજ્યગુજરાતગુજરાત શિક્ષણ બોર્ડ ધો.10 અને ધો.12 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડ ધો.10 અને ધો.12 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા વર્ષ 2021માં યોજનારી પરીક્ષાને લઇને ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષા મે મહિનાની 10 તારીખે યોજવામાં આવશે. પરીક્ષા 25 મી મે સુધી ચાલશે. પરિક્ષાનો સમય 3 થી 6:30 સુધીનો રેહશે.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

ધો.10 અને ધો.12 ની પરીક્ષા 10 તારીખથી શરુ થશે જે 25મી મે સુધી ચાલશે. જ્યારે ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30% કરવામાં આવ્યું છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રમાં 50% બહુવિકલ્પ પ્રશ્નો અને 50% વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રખાયા છે. ધોરણ 9થી 12ના પ્રશ્નપ્રત્રમાં વર્ણાનાત્મક પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન અપાયા છે. ધો 12 સાયન્સમાં 50 ટકા MCQ અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular