Monday, December 23, 2024
Homeરાજ્યસલાયા રેફરલ હોસ્પિટલમાં લુખ્ખા તત્વોનો ત્રાસ

સલાયા રેફરલ હોસ્પિટલમાં લુખ્ખા તત્વોનો ત્રાસ

ડોકટરો-કર્મચારીઓના ખોટા વિડીયો વાયરલ કરી માનસિક ત્રાસ

- Advertisement -

સલાયા રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા સલાયા મરિન પોલીસ ઇન્સ્5ેકટરને સંબોધી લેખિતમાં અરજી કરેલ છે. જેમાં જણાવ્યું છે કે, તા. 7ના રોજ રાત્રે 10:30 આસપાસ આ સરકારી હોસ્પિટલમાં નફીસાબેન ભગાડ નામના દર્દીને ઉલ્ટીની તકલીફ માટે સારવાર લેવા આવેલ હતાં. જેની સારવાર હાજર ડોકટર તથા સ્ટાફ દ્વારા 3 થી 4 મિનિટ તપાસ કરી જરુરી દવા અને ઇન્જેકશન આપવામાં આવ્યા હતાં.

- Advertisement -

તેમજ બીપી હોવાથી ફરજ પરના ડોકટરે જણાવેલ કે, વધુ તકલીફ થાય તો ખંભાળિયા જવું પડશે. ખંભાળિયા જવા માટે રિફર નોટ બનાવી આપી હતી. પરંતુ દર્દીના સગાએ બાટલો ચડાવવાનું કહેતા તબીબ દ્વારા બીપી વધુ હોય બાટલો ચડાવી શકાય નહીં તેમ જણાવ્યું હતું. આમ તમામ સારવાર આપવા છતાં દર્દીના સગા ઝઘડો કરતાં હતાં. એક સગા છે તે અવાર-નવાર હોસ્પિટલમાં આવી ઝઘડો કરે છે. એ સગાએ વિડીયો બનાવી વારયલ કરી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ વ્યક્તિ દ્વારા અવાર-નવાર આ સરકારી સંસ્થામાં આવી વિડીયો બનાવવા અને અધિકારી-કર્મચારીઓને માનસિક અસ્વસ્થ કરવા પ્રયત્નો કર્યા છે. આ ઉપરાંત તેઓ મેડિકલ પર્સન ન હોય છતાં પોતે દર્દીને બાટલો ચડાવવા અને એક્સ-રે કઢાવવા માટે દબાણ કરે છે. તો આવા લોકો સામે નિયમનુસાર કાર્યવાહી કરવા લેખિતમાં સલાયા રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સલાયા મરીન પીઆઇને અરજી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular