Wednesday, October 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં વંટોળિયો પવન ફૂંકાયો, કલ્યાણપુર ભાણવડમાં પોણો ઈંચ સુધી વરસાદ

ખંભાળિયામાં વંટોળિયો પવન ફૂંકાયો, કલ્યાણપુર ભાણવડમાં પોણો ઈંચ સુધી વરસાદ

- Advertisement -
     દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશરે એકાદ સપ્તાહના મેઘ વિરામ બાદ આજરોજ વાતાવરણ પલટાયુ હતું. ખાસ કરીને ખંભાળિયા શહેરમાં આજરોજ સાંજે સાડા ચાર વાગ્યે વંટોળિયો પવન ફૂંકાયો હતો અને ઠેર ઠેર કચરાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આટલું જ નહીં, વજનમાં હલકી ચીજ વસ્તુઓ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી ગઈ હતી. આજરોજ સાંજે ખંભાળિયા – ભાણવડ પટ્ટીના માંઝા, ભટ્ટગામ, લલિયા, તથીયા વિગેરે ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ગામોમાં બે થી ત્રણ ઈંચ સુધી વરસાદ વરસી જતા ઠેર ઠેર પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતા.
        ખંભાળિયા શહેરમાં તેજ ફૂંકાયેલા પવન તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા ઝાપટાથી વાતાવરણ ઠંડુ બની રહ્યું હતું. ભારે પવનના પગલે શહેરનાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લો વોલ્ટેજના પ્રશ્નો પણ ખાડા થયા હતા.
       આજરોજ સાંજે કલ્યાણપુર પંથકમાં પણ ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. તાલુકાના ભાટિયા ગામે આજરોજ સાંજે ધોધમાર વરસાદ વરસતા બજારોમાંથી પાણી વહેવા લાગ્યા હતા. આ ઉપરાંત તાલુકાના લાંબા, હર્ષદ વિગેરે ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. સરકારી ચોપડે કલ્યાણપુર તાલુકામાં 16 મી.મી. વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભાણવડ તાલુકામાં પણ આજે સાંજે 17 મી.મી. વરસાદ વરસ્યો હતો.
       જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં આજના આ વરસાદથી ખેતરોમાં પાકને નોંધપાત્ર ફાયદો થશે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular