કેન્દ્ર સરકારના સેન્ટ્રલ જીએસટી વિભાગના પેનલ વકીલ તરીકે યુવા ધારાશાસ્ત્રી નિલ લાખાણીની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જીએસટી વિભાગનું પ્રતિનિધિત્વ કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા તાજેતરમાં ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેકટ ટેક્સ વિભાગમાં સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસીસ ટેક્ષીસ (સીજીએસટી)ના પેનલ એડવોકેટસની નિયુક્તિ કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતે સેન્ટ્રલ જીએસટી વિભાગના પેનલ વકીલ તરીકે યુવાન લોહાણા વકીલ નિલ પી. લાખાણીની નિમણૂંક કરવામાં આવી છે.