Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરશહેરમાં વકરતા કોલેરા અંગે સાવચેત રહેવા શું કહ્યું મેડીસીન વિભાગના વડા ડો....

શહેરમાં વકરતા કોલેરા અંગે સાવચેત રહેવા શું કહ્યું મેડીસીન વિભાગના વડા ડો. મનીષ મહેતાએ – VIDEO

જેએમસી તથા જી.જી. હોસ્પિટલની આરોગ્યની ટીમો દ્વારા કામગીરી

- Advertisement -

- Advertisement -

 

જામનગરમાં કોલેરા વકરતા તંત્ર હરકતમાં આવ્યું છે. ગઈકાલે કમિશનરની અધ્યક્ષતામાં મિટિંગ યોજાયા બાદ આજે સવારથી જ જામનગર મહાનગરપાલિકાની તથા જી જી હોસ્પિટલની આરોગ્યની ટીમો દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના રવિ પાર્ક, લાલખાણ, ખોજાગેઈટ, ધરારનગર સહિતના વિવિધ વિસ્તારોમાં આરોગ્યની ટીમો પહોંચી હતી અને કોલેરાગ્રસ્ત લોકોનો સંપર્ક કરી સર્વે હાથ ધર્યો હતો તેમજ દવા આપવા સહિતની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી અને કોલેરા પોઝિટિવ દર્દીઓ તથા તેમના પરિવારજનો તથા આજુબાજુના રહેવાસીઓને પણ જરૂરી સૂચનો  આપ્યા હતાં અને પાણીજન્ય રોગચાળા અંગે સાવચેતી દાખવવા અપીલ કરવામાં આવી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular