ધ્રોલ ગામમાં મોચી બજાર વિસ્તારમાં રહેતા યુવાનને તેની પત્ની તથા માતાએ કામ કરવા બાબતે આપેલા ઠપકાનું લાગી આવતા સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં આવેલી મોચીબજારમાં વાઘેશ્ર્વરી શેરી વિસ્તારમાં રહેતા અને મજૂર કામ કરતા દેવેનભાઈ મહેશભાઈ ચાવડા (ઉ.વ.34) નામનો યુવાન કોઇ કામ-ધંધો કરતો ન હતો. જેથી દેવેનની પત્ની માધવીબેન અને દેવેનની માતાએ કામ-ધંધો કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જે ઠપકાનું મનમાં લાગી આવતા બુધવારે સવારના સમયે તેના ઘરે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની પત્ની માધવીબેન દ્વારા જાણ કરાતા હેકો આર.કે. મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.