Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરધ્રોલ તાલુકાના ગઢડાના ખેડૂતની જમીન પચાવી પાડવા ધમકી

ધ્રોલ તાલુકાના ગઢડાના ખેડૂતની જમીન પચાવી પાડવા ધમકી

ગામના જ ત્રણ શખ્સોએ અપશબ્દો બોલી ધમકાવ્યો : પોલીસે ગુનો નોંધી ધમકાવનારની શોધખોળ આરંભી

- Advertisement -

ધ્રોલ તાલુકાના ગઢડા ગામના યુવાનના ખેતરે આવીને ત્રણ શખ્સોએ ખેડૂતને ‘તું મને જમીન આપી દે નહીં તો પતાવી નાખશું’ તેવી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના ગઢડા ગામના સીમ વિસ્તારમાં રહેતાં અને ખેતી કરતા દિલીપસિંહ હઠુભા જાડેજા નામના યુવાન મંગળવારે સાંજના સમયે તેના ખેતરે હતાં તે દરમિયાન તેના જ ગામના કિશોરસિંહ લાલુભા જાડેજા, મહેશ ગળચર અને હરપાલસિંહ કિશોરસિંહ જાડેજા નામના ત્રણ શખ્સોએ આવીને અપશબ્દો બોલી ખેડૂતને ‘તું આ જમીન મને આપી દે નહીં તો તને પતાવી દેશું’ તેમ કહી ધમકી આપી હતી. ખેતીની જમીન પચાવી પાડવાના કારસ્તાનમાં ખેડૂતે પોલીસમાં જાણ કરતા એએસઆઈ એન.પી. મોરી તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ધમકીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular