Monday, December 2, 2024
Homeરાષ્ટ્રીયવધતી વસ્તી અને ઘટતું પાણી : આવનારા સમયમાં પાણીની ભયંકર સમસ્યાનો ખતરો

વધતી વસ્તી અને ઘટતું પાણી : આવનારા સમયમાં પાણીની ભયંકર સમસ્યાનો ખતરો

- Advertisement -

જે રીતે પાણીનો વપરાશ વધી રહ્યો છે પાણીનો બગાડ વધી રહ્યો છે સાથે સાથે વસ્તી પણ વધી રહી છે ત્યારે આવનારા સમયમાં પાણીને લઇને ભયંકર સમસ્યા સર્જાવાનો ખતરો છે. દિલ્હીથી લઇને જયયુર સુધીમાં 2023 સુધીમાં 21 જેટલા શહેરોમાં પાણીની કમી દેખાઈ છે ત્યારે આવનારા સમયમાં આ સમસ્યા વધશે અને પાણીની તંગી સર્જાશે તેવો ખતરો દેખાઈ રહ્યો છે.

- Advertisement -

ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ડિગ્રી 50 ને પાર કરી રહી છે. ત્યારે અમુક જિલ્લા અને શહેરોમાં પાણીની ખૂબ તંગી સર્જાઈ રહી છે. જળસ્તરમાંથી પાણી ઓછું થઈ રહ્યું છે. ત્યારે એક રિપોર્ટ અનુસાર 2030 સુધીમાં 40% ભારતીયોને પીવાનું પાણી પણ નહીં મળી રહે. આમ દરેક સ્ટડીસ એવુંક હી રહી છે કે જે રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે, વસ્તી વધી રહી છે અને પેટાળમાંથી પાણી ઘટી રહ્યું છે, ગરમીનો પારો દિવસેને દિવસે અકડાવી રહ્યો છે ત્યારે જો કોઇ ઉપાય કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં પાણીને લઇને ગંભીરતા સમસ્યા સર્જાઇ શકે છે. અથવા તો એમ પણ કહી શકાય કે ભવિષ્યમાં પાણીને લઇને વોટર વોર પણ ફાટી નિકળશે.ત્યારે એક જાગૃત્ત નાગરિક તરીકે આપણે શું કરી શકીએ ? ત્યારે પાણીનો ખોટો બગાડ અટકાવવો જોઇએ. તેમજ કહી શકાય કે બીજા દેશોની જેમ ભારતમાં પણ પાણીનું રીસાકલીંગ શરૂ કરી શકાય. તેમજ પાણીને નદી નાળાને ગંદકીથી બચાવી ને સ્વચ્છ રાખી શકાય તો આપણા જ ભવિષ્ય માટે સારું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular