ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાતના ડાંગ જીલ્લાને પ્રાકૃતિક જીલ્લો જાહેર કરવામાં આવશે. જૈવિક કૃષિને પ્રોત્સાહન આપવા રાજય સરકાર આગામી 19મી નવેમ્બરે ડાંગને પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાજયપાલોની ગવર્નર્સ કોન્ફરન્સ-2021નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રાજ્યપાલ રામનાથ કોવિંદ દ્વારા રાજયમાં થતી પ્રાકૃતિક કૃષિ વિશેષતા રજુ કરી હતી. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
છેલ્લા 2વર્ષથી ડાંગ જીલ્લાના ખેડૂતો પ્રાકૃતિક એટલે કે આ ખેતીમાં દેશી ગાયનું ગૌમુત્ર અને છાણમાં પાણી,ગોળ,ચણાનો લોટ ઉમેરીને ખાતર બનાવીને ખેતી કરે છે. ડાંગમાં કુલ 9,600 હેકટર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થાય છે. પાક રાસાયણિક ખાતર વગરનો હોવાથી તેનો બજાર કિંમત વધારે મળે છે. ડાંગને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરાશે એટલે બજેટ વધુ ફાળવાશે.
અંતે ઉલ્લેખનીય છે કે ડાંગ જીલ્લાના કુલ વિસ્તાર માંથી 77% વિસ્તાર વન વિસ્તાર છે. અને જિલ્લાના કુલ 1,766 ચો.કિમી વિસ્તાર પૈકી 1368 ચો.કિમીમાં જંગલો આવેલા છે. અહીં છે 2હજારથી વધુ પ્રકારના ફૂલો અને 400થી વધુ જાતની વનસ્પતિઓ છે.