જામનગર શહેરમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા બે તસ્કરોને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે ચાંદીબજાર બુગદામાંથી ઝડપી લઇ રોકડ રકમ અને સોનાના દાગીના સહિત રૂા.47600 ની માલમતા કબ્જે કરી પૂછપરછ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં થયેલી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિતની માલમતાની ઘરફોડ ચોરીના બનાવમાં સંડોવાયેલા બે તસ્કરો અંગે હે.કો. શૈલેષ ઠાકરીયા અને પો.કો. હિતેશ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને વિરેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી અજય ઉર્ફે અજલો રામુ બેવાસી (જામનગર)અને અમિત અરૂણ સોલંકી (પોરબંદર) નામના બે શખ્સોને આંતરી લીધા હતાં.
પોલીસે બંને શખ્સોની તલાસી લેતા તેમની પાસે રહેલા બાચકામાંથી રૂા.15000 ની કિંમતની સોનાની એક વીટી તેમજ ચાંદીની લકકી બે નંગ અને ચાંદીનું સાંકળુ એક નંગ તથા પગમાં પહેરવાની ચાંદીની વીંટી ત્રણ નંગ અને હાથમાં પહેરવાની ચાંદીની વીંટી એક નંગ અને રૂા.16,700 ની કિંમતના ચલણી સીક્કા અને રૂા.10,900 ની રોકડ રકમ તથા 31 નંગ જૂના એન્ટીક સીક્કાઓ મળી કુલ રૂા.47,600 ની માલમતા કબ્જે કરી બંનેની પૂછપરછ આરંભી હતી.