Sunday, May 25, 2025
Homeરાજ્યજામનગરગાંધીનગર ઓવરબ્રીજ પરથી યુવાને ઝંપલાવ્યું

ગાંધીનગર ઓવરબ્રીજ પરથી યુવાને ઝંપલાવ્યું

રેલવે ટે્રક પર પટકાતા ગંભીર ઈજા : 108 દ્વારા જી.જી.માં ખસેડાયો

જામનગર શહેરના ગાંધીનગર ઓવરબ્રીજ પરથી આજે સવારે 40 વર્ષના અજાણ્યા યુવાને છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગેની વિગત મુજબ, આજે સવારના સમયે જામનગર શહેરના ગાંધીનગર માર્ગ પર આવેલા ઓવરબ્રીજ પરથી 40 વર્ષના અજાણ્યા યુવાને છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રેલવે ટે્રક પર પટકાતા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણના આધારે 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા યુવાનને બચાવવા માટે સારવાર આપવામાં આવી રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular