Wednesday, May 14, 2025
Homeરાજ્યદ્વારકાના બરડીયા વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ચોરી ઝડપાઇ

દ્વારકાના બરડીયા વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ચોરી ઝડપાઇ

દ્વારકા પંથકમાં આવેલા વિશાળ દરિયા કિનારેથી અગાઉ દરિયાઈ રેતી (ખનીજ) ચોરીના બનાવ સામે આવ્યા હતા. આ વચ્ચે દ્વારકા પંથકમાંથી રેતી ભરેલા બે ટ્રેકટર પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ અંગેની વિગત મુજબ દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ગત તારીખ 7 ના રોજ વહેલી સવારના સમયે દ્વારકા તાલુકાના બરડિયા પંથકમાં આવેલા ચોબારી વિસ્તારમાંથી પસાર થતા દરિયાઈ રેતી (ખનીજ) ભરેલા બે ટ્રેકટરોને અટકાવી, પોલીસે આ અંગે રોયલ્ટી સહિતનીના આધાર પુરાવા બાબતે ટ્રેકટર ચાલકની પૂછપરછ કરતા તેઓ પાસે આ અંગે કોઈ આધાર- પુરાવા મળી આવ્યા ન હતા. જેથી આ બંને ટ્રેક્ટર બરડીયાના રહીશ વરપા ધીરાભાઈ નાંગેશના હોવાનું ચાલક દ્વારા જણાવતા પોલીસે રેતી ભરેલા આ બંને ટ્રેક્ટરો કબજે લઇ, ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી, પી.એસ.આઈ., તેમજ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વાંક, નરેશભાઈ જેઠાભાઈ, જયદીપભાઈ, મહીરાજદાન, મશરિભાઈ, હરપાલસિંહ, મહેશભાઈ તથા પીઠાભાઈ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular