Wednesday, March 26, 2025
Homeરાજ્યજામનગરસીક્કા નજીક દારૂની ડિલિવરી કરે તે પહેલાં જ પોલીસનો દરોડો

સીક્કા નજીક દારૂની ડિલિવરી કરે તે પહેલાં જ પોલીસનો દરોડો

ડિલિવરી કરવા આવેલા મહેસાણાના બે અને ડિલિવરી લેવા આવેલા સીક્કાના શખ્સ સહિત ત્રણની ધરપકડ

જામનગર તાલુકાના નાની ખાવડીથી મુંગણી ગામ તરફ જવાના કાચા માર્ગ પરથી પસાર થતી બે્રઝા કારને સીક્કા પોલીસે આંતરીને તલાસી લેતા કારમાંથી 141 બોટલ દારૂ અને 138 નંગ ચપલા સહિત 84,300 ના દારૂનો જથ્થો મળી કુલ રૂા.5,92,800 ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર જિલ્લાના નાની ખાવડીથી મુંગણી ગામ તરફ જવાના કાચા માર્ગ પર બે્રઝા કારમાં દારૂનો જથ્થો લઇ આવી હેરાફેરી કરતા હોવાની પો.કો. જીતેન્દ્ર પરમાર, ભૂપેન્દ્રસિંહ જાડેજા, જયપાલ મેર અને કૃષ્ણસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના અને ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ સીપીઆઈ વી એચ પટેલના નેજા હેઠળ સિક્કા પોલીસના પીએસઆઈ આર.એચ. બાર, હેકો ચંદ્રકાંતભાઈ ગાંભવા, પો.કો. કૃષ્ણપાલસિંહ જાડેજા, જીતેન્દ્રભાઈ પરમાર, ભૂપેન્દ્રસિંહ જાડેજા, જયપાલભાઈ મેર, સંકેતભાઈ ભાડલા, બાબુભાઈ ઝાલા, હરદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન જીજે-02-ડીએ-9631 નંબરની કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.70,500 ની કિંમતની 141 બોટલ દારૂ અને રૂા.13,800ની કિંમતના 138 નંગ ચપટા સહિત કુલ 84,300ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂનો જથ્થો જયેન્દ્રસિંહ ઉર્ફે બકુલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા અને કરણસિંહ ઉર્ફે પિન્ટુ કનુભા ઝાલા (કે. કે.) (રહે. બંન્ને – કટોસણ તા. જોટાણા જી. મહેસાણા) નામના શખ્સો આ દારૂની ડીલેવરી સીક્કામાં સીએચસી આરોગ્ય કેન્દ્રની બાજુમાં મકાન નંબર 6 માં રહેતા અને ડ્રાઈવિંગ કરતા લક્ષ્મણ ઉર્ફે લખો નારણ સીંધવ નામના શખ્સને આપવા આવ્યા હતાં.

તે દરમિયાન સીક્કા પોલીસે ત્રાટકીને ત્રણેય શખ્સોને દબોચી લઇ રૂા.84,300 ની કિંમતનો દારૂનો જથ્થો અને રૂા.8,500 ની કિંમતના બે મોબાઇલ ફોન તથા રૂા.5 લાખની કિંમતની મહેસાણા પાસીંગની જીજે-02-ડીએ-9631 નંબરની બ્રેઝા કાર મળી કુલ રૂા.5,92,800 ના મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સોને દબોચી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular