Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયધર્મ પરિવર્તન મુદ્દે દાખલ થયેલી અરજી સુપ્રિમે ફગાવી દીધી

ધર્મ પરિવર્તન મુદ્દે દાખલ થયેલી અરજી સુપ્રિમે ફગાવી દીધી

આ અરજી પ્રચારના હેતુથી દાખલ કરવામાં આવી છે: અદાલત

- Advertisement -

સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન વિરુદ્ધ દાખલ કરેલી અરજી ફગાવી દીધી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કાળા જાદુ અને અંધશ્રદ્ધાના ડર બતાવીને ગરીબ, અભણ લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અરજી પ્રસિધ્ધિના હેતુથી કરવામાં આવી છે.

- Advertisement -

કોર્ટે કહ્યું કે દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પોતાનો ધર્મ પસંદ કરવાનો અધિકાર છે અને દેશનું બંધારણ તેમને આ અધિકાર આપે છે. આ અરજી વકીલ અશ્વિની ઉપાધ્યાય વતી કરવામાં આવી હતી અને જસ્ટિસ રોહિંગ્ટન એફ. નરિમાન દ્વારા તેનો જોરદાર નારાજગી જોવા મળી હતી. ખંડપીઠે અરજદાર ઉપર ભારે દંડ લાદવાની ધમકી પણ આપી હતી, ત્યારબાદ અરજદારે તેની અરજી પાછી ખેંચી લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular