જામનગર શહેર અને જિલ્લામાં આખરે કોરોના નો હાઉ ઘટ્યો છે, અને ગઈકાલે 15 મી ઓગસ્ટના દિન જામનગરના એક ઉદ્યોગપતિ સહિત બે પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો છે.
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા શહેરના એક અગ્રણી ઉદ્યોગપતિ કોરોના પોઝિટિવ બન્યા છે. જોકે તેઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તે જ રીતે ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી 25 વર્ષની એક યુવતીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે, અને તેણીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવી છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જોડિયા તાલુકાના દૂધઈ ગામના 72 વર્ષીય વૃદ્ધ મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે, અને તેઓને પણ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં માત્ર ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી તંત્ર એ રાહત અનુભવી છે.