Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરડેન્ટલ કેરમાં સૌ પ્રથમવાર જડબાની સફળ સર્જરી

ડેન્ટલ કેરમાં સૌ પ્રથમવાર જડબાની સફળ સર્જરી

મ્યુકરમાં જડબુ ગુમાવનાર રાજકોટના દર્દીને માત્ર 24 કલાકમાં ફિકસ દાંત અને કૃત્રિમ જડબું બનાવી નવજીવન આપ્યું

- Advertisement -

કહેવાય છે કે કાળા માથાનો માનવી જો ધારી લે તો કશું જ અસંભવ નથી હોતું. અસંભવને સંભવ બનાવતી અને તબીબોની હિંમત માટે દાદ માંગી લે તેવી એક ઘટના જામનગરમાં બની છે. જેમાં તકવાણી ડેન્ટલ કેરના તબીબોએ મ્યુકર માઈકોસીસ રોગમાં જડબું ગુમાવનાર દર્દીને સૌ પ્રથમવાર ઝાયગોમેટીક (જડબા) ની સફળ સર્જરી નવજીવન આપ્યું છે.

- Advertisement -

રાજકોટની એક 28 વર્ષિય મહિલા કોરોનાની બીજી લહેરમાં સંકમિત થયેલ અને હોમ આઈસોલેટ રહી સ્વસ્થ થયા બાદ દાંતમાં રસી થઈ જતાં શરૂઆતમાં સ્થાનિક તબિબો પાસે દવા લીધા બાદ પણસારૂ ન થતા સીટી સ્કેન સહિતના રિપોર્ટ કરાવતા મ્યુકર માઈકોસીસ હોવાનું જણાતાં તેમનું જડબું કાઢી નાખવામાં આવ્યું હતું. માત્ર 28 વર્ષની ઉંમરે જડબું ગુમાવવાથી દર્દી હતાશ થઈ ગયા હતા. ત્યારબાદ આ જડબું ફરીથી બનાવલા જામનગરના તકવાણી ડેન્ટલ કેરના તબીબોનો સંપર્ક સાધતા તકવાણી ડેન્ટલ કેરના તબીબો ડો. આકાશ તકવાણી, ડો. રિમ્મી તકવાણી, ડો. ધર્મેન્દ્ર ચંદારાણા, આસીસ્ટન્ઠ ડો. ટવીકલ સંઘાણી, ડો. સૃષ્ટિ જાજુએ માત્ર 24 કલાકમાં આધુનિક સંશાધનોથી ઝાયટોમેટીક (જડબા)ની અદ્યતન સારવાર કરી દર્દીને નવજીવન આપ્યુ હંતુ. અત્રે ઉલ્લેખનિય છે કે તકવાણી ડેન્ટલ કેર સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યાધુનિક સંશાધનોથી સુસજજ અને સંપૂર્ણ ડીઝીટલ મશીનો ધરાવતું એકમાત્ર કલિનીક છે. આ જટિલ ઓપરેશન માટે ઈઝરાયેલની નોરીસ કંપનીમાંથી ખરીદવામાં આવેલ સામાન્ય રીતે કૃત્રિમ જડબું બનાવવામાં ત્રણ થી ચાર અઠવાડીયાનો સમય લાગતો હોય છે જયારે આ ડીઝીટલ સ્કેનર મશીનના કારણે માત્ર 24 કલાકમાં જ કૃત્રિમ જડબું બનાવીને દર્દીને ઈમ્પાલટ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular