Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં જાહેરમાં મેળાવડો કરતા તત્વો પોલીસને જોઇને પલાયન - VIDEO

જામનગરમાં જાહેરમાં મેળાવડો કરતા તત્વો પોલીસને જોઇને પલાયન – VIDEO

નવ વાહનચાલકો પાસેથી દંડ વસૂલાયો : ગુનાખોરી અટકાવવા સિટી એ ડીવીઝન પોલીસ દ્વારા નાઈટ ટ્રાફિક ડ્રાઈવ

- Advertisement -

જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગુનાખોરીને અટકાવવા માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સુચના થી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ ના પીએસઆઇ એમ.એન.રાઠોડ દ્વારા યોજવામાં આવેલી નાઇટ ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો ઝપટે ચડ્યા હતાં. જેમાં 9 જેટલા વાહન ચાલકો સામે રૂ.6100 દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરના દરબારગઢ વિસ્તારમાં ટ્રાફીક ડ્રાઇવમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોરવ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલ થી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારા 9 લોકો સામે રૂ.6100 દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સિટી-એ ડિવિઝન પોલીસે દુકાનો નજીક કે, જાહેર સ્થળોએ વાહનો સાઇડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમુક લોકો તો પોલીસને જોઇને ભાંગ્યા હતા.વસિટી-એ ડિવિઝન પોલીસ ની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular