Monday, December 2, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં 3 આરોગ્ય કેન્દ્રોના વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર - VIDEO

જામનગરમાં 3 આરોગ્ય કેન્દ્રોના વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર – VIDEO

વધતાં કોલેરાના કેસોને લઇ આરોગ્ય વિભાગની ટીમ જામનગર દોડી આવી : મ્યુનિસિપલ કમિશનર, હોસ્પિટલ સુપ્રિન્ટેડેન્ટ સહિતના અધિકારીઓ સાથે બેઠક : નાયબ કમિશનરને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુકત કરાયા

- Advertisement -

જામનગર શહેરમાં વધતા કોલેરા કેસોને લઇ ગઇકાલે રાજય સરકારની આરોગ્ય વિભાગની ટીમ જામનગર દોડી આવી હતી અને જામનગર મહાનગરપાલિકાના કમિશનર, તબીબો સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ મુદે ચર્ચાઓ કરી હતી. તેમની આ મુલાકાત બાદ જામ્યુકો. કમિશનરની દરખાસ્તને ધ્યાને લઇ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને શહેરના 3 આરોગ્ય કેન્દ્ર હેઠળના વિસ્તારોને કોલેરાગ્રસ્ત તથા આ ત્રણેય આરોગ્ય કેન્દ્ર હેઠળના બે કિલોમીટરના વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -

પાણીજન્ય રોગચાળો કોલેરાનો જામનગર શહેરમાં પાંચેક જેટલા કેસ નોંધાયા બાદ રાજય સરકાર સહિતનું તંત્ર એલર્ટ મોડમાં આવી ચૂકયું છે. ગઇકાલે રાજય સરકારની આરોગ્ય વિભાગની ટીમ જામનગર દોડી આવી હતી અને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, મેડિકલ કોલેજના ડીન ડૉ. નંદિની દેસાઇ, હોસ્પિટલ સુપ્રિ., એસ.એસ. ચેટર્જી, નોડલ ડૉકટર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ આ બેઠકમાં વિવિધ મુદાઓ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. તથા કોલેરાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.

- Advertisement -

જામનગરના બેડીબંદર આરોગ્ય કેન્દ્રના ધરારનગર-ર, ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રના ખોજાવાડ લાલખાણ અને વામ્બે આરોગ્ય કેન્દ્રના રવિપાર્ક, બેડીબંદર રીંગ રોડ વિસ્તારમાં પોઝિટીવ કોલેરાના કેસો નોંધાયા છે. આ રોગનો ફેલાવો થતો અટકાવવા આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવા કમિશનર ડીએન મોદી દ્વારા કરેલ દરખાસ્તને અનુસંધાને જિલ્લા કલેકટર બી.કે. પંડયા દ્વારા જામનગરના બેડીબંદર આરોગ્ય કેન્દ્રના ધરારનગર-ર નો વિસ્તાર, જામનગરના ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રના ખોજાવાડ લાલખાણ આસપાસનો વિસ્તાર અને જામનગરના વામ્બે આરોગ્ય કેન્દ્રના રવિપાર્ક, બેડીબંદર રીંગ રોડને કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ ઉપરોકત ત્રણેય વિસ્તારના આજુબાજુના બે કિલોમીટરના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તથા જામનગરના નાયબ કમિશનર ઝાલાને કોલેરા ન્યિંત્રણ અધિકારી તરીકે નિયુકત કરી નિયંત્રણ હેઠળની તમામ સતાઓ એનાયત કરવામાં આવી છે.

 

- Advertisement -

બોકસ

શહેરીજનો જાગૃત રહી સાવચેતી રાખે : કમિશનર

જામનગરમાં વધતાં કોલેરાના કેસોને લઇ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદીએ જણાવ્યું હતું કે, આ રોગચાળો પાણીજન્ય રોગચાળો છે. લોકો મોટાભાગે પાણી ઉકાળીને ઉપયોગમાં લે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular