દેશમાં એકતરફ લોકસભાની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે રક્ષામંત્રી રાજનાથસિંઘ આજે વિશ્વના સૌથી ઉંચા યુધ્ધક્ષેત્ર સિયાચીનમાં ભારતીય સેનાના બેઝકેમ્પ પહોંચ્યા હતા. જયાં તેમણે સીમા પર તૈનાત જવાનો સાથે મુલાકાત કરી તેમની સાથે નાસ્તો કર્યો હતો. તેમજ સિયાચીનમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી લશ્કરી અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.