Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરશહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના 3332 ગુના નોંધાયા

શહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના 3332 ગુના નોંધાયા

36 દિવસમાં 13,69,390 નો દંડ વસુલાયો : માસ્ક ન પહેરતા 590 લોકો પાસેથી 6,04,500 ની વસૂલાત : સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના 2742 ગુના

- Advertisement -

જામનગર શહેરમાં કોરોના મહામારી અટકાવવા માટે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગ અને માસ્ક ન પહેરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં બુધવારે માસ્ક ન પહેરનારા 13 લોકો પાસેથી 13 હજાર અને સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના 106 કેસ નોંધી તેમાં 26,600 ના રોકડ દંડની વસૂલાત કરવામાં આવી છે.

- Advertisement -

કોરોના મહામારીનું સંક્રમણ જામનગર શહેર-જિલ્લામાં વધતુ અટકાવવા માટે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગના ભંગ અને માસ્ક ન પહેરતા લોકો વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી અંતર્ગત સોમવારે તંત્ર દ્વારા માસ્ક ન પહેરતા 13 લોકો પાસેથી રૂા.13000 ના દંડની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે 106 લોકો સામે સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગ હેઠળ ગુનો નોંધી 26600 ની વસૂલાત કરવામાં આવી હતી. આમ બુધવારે કુલ 119 ગુના નોંધી 39,600 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

જ્યારે ગત 22 માર્ચથી શરૂ કરેલી આ દંડાત્મક કાર્યવાહી અંતર્ગત 28 એપ્રિલ સુધીમાં મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા કુલ 590 માસ્કના કેસ હેઠળ 6,04,500 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે સોશિયલ ડિસ્ટનસીંગ ભંગના 2742 કેસ નોંધી 7,64,890 ની રોકડ દંડ પેટે વસૂલ કરવામાં આવી છે. આમ આજ દિવસ સુધીમાં કુલ 3332 કેસો નોંધી 13,69,390 ના દંડની વસુલાત કરવામાં આવી હતી.

- Advertisement -

દુ:ખદ બાબત એ છે કે, સામાન્ય પ્રજા પાસેથી માસ્ક ન પહેરવાના અને સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના ગુના નોંધી રોકડના દંડની વસૂલાત કરી સરકારી તીજોરી ભરવાના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહયા છે. તંત્ર પ્રજા પાસેથી દંડ વસૂલવામાં કોઇ કસર બાકી રાખતી નથી અને કોઇપણ ભોગે આ બન્ને નિયમોનો ભંગ કરનાર કોઇપણ વ્યકિત હોય તેની પાસેથી કાયદાના દંડા દેખાડી દંડની વસૂલાત કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular