Friday, March 29, 2024
Homeમનોરંજનપ્રિયંકા ચોપરાના વિશાળ જુના ઘરમાં આ અભિનેત્રી શિફ્ટ થઇ

પ્રિયંકા ચોપરાના વિશાળ જુના ઘરમાં આ અભિનેત્રી શિફ્ટ થઇ

- Advertisement -

મુંબઈના જુહુ વિસ્તારમાં પ્રિયંકા ચોપરાનું જુનું ઘર આવેલું છે. વર્ષ 2018માં નીક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકાએ એ ઘર છોડી દીધું હતું. અને બાદમાં તે ઘરમાં તેના માતા મધુ ચોપરા અને ભાઈ સિદ્ધાર્થ રહેતા હતા. પરંતુ તે બન્ને હવે યારી રોડવાળા એપાર્ટમેન્ટમાં રહેવા જતા રહ્યા છે. માટે આ ઘર ખાલી પડ્યું હતું અને ત્યાં હવે જેકલીન રહેવા માટે જતી રહી છે.

- Advertisement -

જેકલીન ફર્નાન્ડિઝ પહેલા બાંદ્રા વિસ્તારમાં રહેતી હતી અને હવે પ્રિયંકા ચોપરાના જુહુ વિસ્તારમાં આવેલ કર્મયોગ નામની બિલ્ડીંગમાં જુના ઘરમાં શિફ્ટ થઇ છે. ઘરમાં મોટો લિવિંગ એરિયા અને આઉટડોર બાલ્કની છે. આ ઘરની કિંમત 7 કરોડ રૂપિયા છે. પ્રિયંકા અને નીકના લગ્ન સમારોહ દરમિયાન જુહુના કર્મયોગ બિલ્ડિંગમાં પ્રિયંકા ચોપરાના આ  7 કરોડ રૂપિયાના વિશાળ મકાન પર સૌ કોઈનું ધ્યાન આકર્ષિત થયું હતું.  અને લગ્નબાદ પ્રિયંકા યુએસ સ્થળાંતર થઇ છે.જેકલીનએ આ ઘર ભાડે લીધું છે. જાણવા મળી રહેલી વિગતો અનુસાર પ્રિયંકા ચોપરાએ હવે આ ઘર વહેચી નાખ્યું છે અને જેને ખરીદ્યું તેની પાસેથી જેકલીને આ ઘર ભાડે લીધું છે. અને તાજેતરમાં જ તેણી ત્યાં શિફ્ટ થઇ છે.

જેકલીન હાલમાં જ સૈફ અલી ખાન સાથેની ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરીને ફ્રી થઇ છે અને હવે તે ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’નું શૂટિંગ શરૂ કરવાની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular