Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરકેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે

કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે

મંત્રી બેરાજા (પસાયા) ગામે રેઇન બસેરાનું ખાતમુહૂર્ત, પુલનું ખાતમુહૂર્ત, તેમજ કલેકટર કચેરી ખાતે બેઠકો અને લોકસંપર્ક યોજશે

- Advertisement -

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલ તા.27 મેથી જામનગર જિલ્લાના પ્રવાસે છે. મંત્રી સવારે 10 કલાકે બેરાજા(પસાયા) ખાતે રામપીર મંદિર પાસે રેન બસેરા ખાતમુહૂર્ત તથા ગેલણીયા હનુમાનજી મંદિર જવાના રસ્તે પુલનું ખાતમુહૂર્ત કરશે.

- Advertisement -

મંત્રી સવારે 11:30 કલાકે જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં માર્ગ અને મકાન (સ્ટેટ, પંચાયત) વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજશે. ત્યારબાદ 12:30 કલાકે અધિકારીઓ સાથે સુજલામ સુફલામ યોજનાના કામોની સમીક્ષા, વોટરશેડ યોજનાના કામોની સમીક્ષા, ક્ષાર અંકુશના કામોની સમીક્ષા, જિલ્લા પંચાયત સીંચાઇ યોજનાના કામોની સમીક્ષા, સૌની યોજનાના પાણી આપવા સંદર્ભેના કામોની સમીક્ષા અને સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના કામોની સમીક્ષા કરશે. બપોરે 1:30 કલાકે મંત્રી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે.

ત્યારબાદ સાંજે 5 કલાકે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રખાયેલ સામાન્ય સભાની બેઠકમાં હાજરી આપશે. સાંજે 6:30 કલાકે વાંકિયા ખાતે આગમન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- સૌરાષ્ટ્ર પ્રાંત-સંઘ શિક્ષા વર્ગ- સાર્વજનિક સમારોપમાં ઉપસ્થિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular