Wednesday, April 17, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાંથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

દ્વારકામાંથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

એલસીબી દ્વારા રૂા.35000 ની કિંમતનું મોટરસાઈકલ કબ્જે : પોલીસની કાર્યવાહી

- Advertisement -

દ્વારકા પંથકમાં જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના એએસઆઈ અરજણભાઈ મારૂ તથા અજીતભાઈ બારોટને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભદ્રકાલી ચોક બાજુથી શાકમાર્કેટ તરફ આવી રહેલા જીજે-37-એફ-9071 નંબરના એક મોટરસાયકલને અટકાવી, ચાલકની પૂછપરછ દરમિયાન આરંભડા ગામની સીમ વિસ્તારમાં રહેતા ફિરોજ ઈકબાલ કાયથ નામના 23 વર્ષના શખ્સની પૂછતાછમાં ઉપરોક્ત મોટરસાયકલ કલ્યાણપુર પંથકમાંથી થોડો સમય પૂર્વે ચોરી કરીને લીધી હોવાનું ખુલવા પામ્યું હતું.

- Advertisement -

આથી પોલીસે રૂા.35,000 ની કિંમતના ચોરાઉ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે આરોપી ફિરોજ ઈકબાલની અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે તેનો કબજો દ્વારકા પોલીસને સોંપ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, અજીતભાઈ બારોટ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, ડાડુભાઈ જોગલ, મસરીભાઈ છુછર, વિશ્વદિપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular