Sunday, October 13, 2024
Homeરાજ્યજામજોધપુરની ઘરફોડ ચોરીનો આરોપી કેવદ્રામાંથી ઝડપાયો

જામજોધપુરની ઘરફોડ ચોરીનો આરોપી કેવદ્રામાંથી ઝડપાયો

12 વર્ષથી પોલીસને થાપ આપતો હતો : જામનગર પેરોલ ફર્લો સ્કવોડે દબોચ્યો

- Advertisement -

જામજોધપુરમાં પંથકમાં પાંચ ઘરફોડ ચોરીના ગુનામાં 12 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે જુનાગઢના કેવદ્રામાંથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં 2009ની સાલમાં નોંધાયેલા પાંચ ઘરફોડ ચોરીના ગુનામાં ગેંગનો મુખ્ય સુત્રધાર છેલ્લા 12 વર્ષથી પોલીસને થાપ આપી નાસતો-ફરતો હતો. આ નાસતા-ફરતો પાંગળા ભીમા બીલવાલ(ઉ.વ.40)(રહે.દાહોદ) નામનો શખ્સ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કેવદ્રા ગામમાં હોવાની પેરોલફર્લો સ્કવોડના કાસમ બ્લોચ, રણજીતસિંહ પરમાર અને અરવિંદ ગોસાઇને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રનની સુચનાથી એએસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પીઆઇ એસ.એસ.નિનામા અને પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ.ગરચર, હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા અરવિંદગીરી ગોસાઈ સહિતના સ્ટાફે કેશોદ તાલુકાના કેવદ્રા ગામના પાટીયા પાસેથી પાંગળા બિલવાલને દબોચી લઇ જામજોધપુર પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular