Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : આજથી 10 દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ

Video : આજથી 10 દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ

- Advertisement -

આજે ગણેશ ચતુર્થીના દિવસે જામનગર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં 10 દિવસીય ગણપતિ ઉત્સવની આરાધના કરવા ભકતોમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઠેક ઠેકાણે સ્થાપના કરી પુજનવિધિ કરી ગણેશની સ્થાપના કરે છે.

- Advertisement -

આ ઉત્સવ દરમિયાન દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને અગિયાર દિવસ સુધી ગણપતિની પૂજા-અર્ચના સાથે સ્થાપના કરવામાં આવે છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે જ મેઘરાજાએ મેઘવર્ષા કરતાં વરસતા વરસાદે ગણપતિ બાપાના સ્થાપન માટે ઢોલ-નગારા સાથે ભકતો ગણપતિની સ્થાપનામાં લીન થઈ ગયા છે. શહેર-જિલ્લામાં જુદાં-જુદાં સ્થળોએ હજારોની સંખ્યામાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને શહેરમાં ખાસ કરીને અનેક સંસ્થાઓ અને મંડળો દ્વારા મોટા ગણપતિનું સ્થાપન કરી દરરોજ આરતી-પૂજા-અર્ચના સાથે વિઘ્નેશ્વરાયને મનાવવામાં આવે છે. જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ દ્વારા ગણપતિની પૂજા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular