ગુજરાતના તબીબી શિક્ષકો દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કર્યા બાદ પ્રતિક ઉપવાસ કર્યા હતાં. આ અંગે ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચનાથી ગૃહમંત્રી, અધિક સચિવ, આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં જી.એન.ટી.એ. પદાધિકારીઓ સાથે મિટિંગ યોજાઇ હતી. જેમાં જી.એમ.ટી.એ.ના તમામ મુદ્દાઓ ચર્ચા કરી તમામ પ્રશ્નોની હકારાત્મક અભિગમથી નિરાકરણ લાવવા બાયંધરી આપવામાં આવી હતી. આથી જી.એમ.ટી.એ. સેન્ટર કાઉન્સિલ દ્વારા હાલ પ્રશ્નોનું નિરાકરણ આવે ત્યાં સુધી પ્રતિક ઉપવાસ સ્થગિત કર્યા છે અને આગામી સોમવારે ફરીથી વિભાગમાં રૂબરૂ મુલાકાત કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પ્રમુખ ડો. રજનીશ પટેલની યાદી જણાવે છે.